Posted by: jagdishgirigosai | માર્ચ 1, 2010

વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી

                      

  વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી
તા. ૨૮/૦૨/૨૦૧૦ના રોજ લોક્ભારતી અધ્યાપન મંદિરમાં વિજ્ઞાન દિનની ઉજવણી નો કાર્યક્રમ સરસ રીતે ઉજવાયો.
” વિજ્ઞાનની સૌથી મોટી શોધ વૈજ્ઞાનિક પધ્ધ્તિ છે. વૈજ્ઞાનિક પધ્ધ્તિ એટલે કોઇ પણ પ્રશ્ન કે સમસ્યા પરત્વે સાચી વાત જાણવાની કે નક્કી કરવાની વિશ્વાસપાત્ર રીત. વૈજ્ઞાન પ્રયોગ કરેછે, સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે,પરિકલ્પના બાંધે છે, ચકાસણી કરે છે, છેલ્લે સત્ય તારવે છે, છતાં કોઇ ભૂલ જણાય તો સ્વીકાર કરે છે,વિજ્ઞાને ઘણું આપ્યું છે, ઘણાં જ સાધનો આપ્યાં છે. વિજ્ઞાનનો યોગ્ય ઉપયોગ માનવીનું ભલું કરે અને અયોગ્ય ઉપ્યોગ માનવીનો સંહાર પણ કરે”.
આગમન: દરેક માનવીના જીવનમાં વિજ્ઞાનનો કંઇકને કંઇક અંશે ભાગ હશે જ. જો આ વિજ્ઞાનનો માનવીએ સ્વીકાર જ ન કર્યો હોય તો માનવીનું જીવન હજુ પણ પ્રાણી જેવું જ હોત. માનવીને પ્રાણીઓથી આગળ લાવનાર પરિબળ વિજ્ઞાન છે. ભારતમાં ધર્મ અને વિજ્ઞાન ભિન્ન છે. આપણે ત્યાં દર ૨૮મી ફેબ્રુઆરીએ ‘રામન પ્રભાવ’ નામની શોધ આ દિવસે કરી. તેમની યાદ અને સ્મૃતિ પણ તાજી થાય છે.
મહત્ત્વ: પ્રાણીઓની કુદરતી શક્તિઓને પણ વિજ્ઞાને ઘણું જ પાછળ પાડી દીધું છે. દા.ત. ચિત્તાને કોણ પાછળ રાખી દે છે? હાથી કરતાં વધારે ભાર કોણ ઉપાડી શકે છે? પક્ષી કરતાં પણ કોણ વધારે ઉંચે ઊડી શકે છે? માણસે મોટર, વહાણ,વિમાન , દૂરબીન,સૂક્ષ્મદર્શક યંત્ર,ધ્વનિવર્ધક સાધનોની મદદથી તેની શક્તિઓને અનેકગણી વધારી છે. આ બધું જ વિજ્ઞાનથી જ શક્ય બન્યું છે. આપણા પૂર્વજોએ પણ પથ્થરમાંથી અગ્નિ,લાકડામાંથી પૈડાં,તરતા થડને આધારે તળાવ કે નદી પાર વગેરે વિચાર પણ વિજ્ઞાનના આગમનના સંકેતો જ હતા. દિવસ જતા વિજ્ઞાને માનવીની જીવનશૈલી બદલી નાંખી છે. મોબાઇલ અને કમ્પ્યૂટરના આગમને તો આ વિશ્વમાં વસતા માનવીને ખૂબ જ નિકટ લાવી દીધા છે.
વિજ્ઞાન દિનની ઉજવણી: વિજ્ઞાન દિનની ઉજવણીનું મુખ્ય અંગ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન છે. લોકભારતી અધ્યાપન મંદિર,સણોસરામાં દર વર્ષે વિજ્ઞાન દિનની ઉજવણી અનોખી રીતે કરે છે.આ વખતે લોકભારતીમાં જૂથ પ્રમાણે ટૂક્ડી પાડીને આ મુજબ ઉજવણી કરી હતી.
જૂથ ૧ : વિજ્ઞાન પુસ્તક –પ્રદર્શન, વાચન. જૂથ ૨ : વિજ્ઞાનની શોધો વિશે માહીતી. જૂથ ૩ : વૈજ્ઞાનિકોનો પરીચય. જૂથ ૪ : વિજ્ઞાનનું પ્રદર્શન ( તમે પણ કરી શકો છો).
જૂથ ૫ : વિજ્ઞાનના પ્રયોગો. વિજ્ઞાનદિન નિમિતે સંમેલન તેમજ વ્યાખ્યાન વિજ્ઞાનદિન નિમિતે સંમેલન તેમજ વ્યાખ્યાનમાં સૌ પ્રથમ તાલીમાર્થી ભાઇ-બહેનોએ વિજ્ઞાનને લગતું એક સરસ મજાનું ગીત ‘વિજ્ઞાન કા ઉજાલા…’ ગાઇને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ એક તાલીમાર્થીએ ડૉ.સી.વી.રામન વિશે અને રામન ઇફેક્ટ વિશે વાત કરી હતી.ત્યારબાદ લોક્ભારતી ગ્રામવિદ્યાપીઠના શિક્ષણ નિયામક આ.શ્રી અરૂણભાઇ દવે એ વિગતે વિજ્ઞાન વિષયક વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે વૃત્તિ,વલણ, પ્રશ્ન ,જિજ્ઞાસા એ સંશોધનની જનની છે.ઉત્તમ શિક્ષક એ છે જે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોય. આપણી દિનચર્યામાં વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ હોવો જરૂરી છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી પણ થઇ.
આ વેળાએ લોકભારતી અધ્યાપન મંદિરના આચાર્યાશ્રી ભાવનાબેન પાઠકે સ્વ રચિત કૃતી પણ રજૂ કરી. જે આ પ્રમાણે હતી.

ચાલો રમીએ ચુંબક ચુંબક
ચુંબક સાથે કરીએ ગમ્મત ચુંબક સાથે રમીએ રમત રમતા રમતા વિજ્ઞાન ભણીએ…. ભણતા ભણતા રમીએ…
ચુંબકના તો ચાર પ્રકાર એક છે ગજીઓ ચુંબક બીજો છે નળાકાર છે ત્રીજો ઘોડાનાળ જેવો ચોથો સોયાકાર છે….
ચુંબકમાં તો બે ધૃવ ઉત્તરધૃવ દક્ષિણધૃવ ઉત્તરધૃવ પાસે ઉત્તરધૃવ તો બંને દુર જાય છે. અપાકર્ષણ થાય છે, ઉત્તરધૃવ પાસે દક્ષિણધૃવ
તો બંને પાસે આવે છે, આકર્ષણ થાય છે…. બોલો ક્યાં ક્યાં હોય ચુંબક રમકડામાં હોય ચુંબક મોબાઇલમાં હોય ચુંબક ક્રેઇનમાં,ટ્રેઇનમાં,T.V., V.C.R.માં હોકાયંત્રમાં તો ચુંબક બોલો બીજે ક્યાં?
જો ચુંબકને પછાડીએ તો ચુંબક નાશ પામે છે. ચાલો ચુંબક સાચવીએ. ચાલો ચુંબક જાળવીએ. ચુંબક સાથે રમી એ…..
કાર્યક્રમના અંતે શ્રી હસિતભાઇ મહેતાએ આભર અને આનંદની લાગણી રજૂ કરી હતી. જય વિજ્ઞાન
વિજ્ઞાન + અહિંસા = સર્વોદય

Advertisements

Responses

  1. […] લોકભારતી અધ્યાપન મંદિર-સણોસરા પ્રવૃત… […]

  2. મને બરાબર યાદ છે કે એ વખતે હું ત્યાં વિજ્ઞાન ભવનમાં સેવા આપતો હતો. અને એ બધા તાલિમાર્થીઓ સાથે વિજ્ઞાનદિનની ઉજવણી સારી રીતે કરી હતી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: